લોકમેળા માટે આઇસક્રીમના 12 ચોકઠા રૂપિયા 54 લાખમાં અપાયા

રાજકોટના રેસકોર્સના મેદાનમાં યોજાનાર ભાતીગળ લોકમેળાના આયોજનમાં આ વર્ષે રાજ્ય સરકારની નવી એસઓપીના કારણે અનેક પડકારો સર્જાયા હતા જે પડકારોને રાજકોટ સિટી પ્રાંત-1 અધિકારીની ટીમે પાર પાડ્યા છે અને આઇસક્રીમના 16 ચોકઠામાંથી 12 ચોકઠા રૂ.54 લાખમાં વેચી નાખી હવે સ્ટોલ અને પ્લોટ વેચવાની કામગીરી પૂર્ણતાના આરે પહોંચાડી દીધી છે.

રાજકોટ સિટી પ્રાંત-1 અધિકારી ચાંદની પરમારે જણાવ્યું હતું કે, આઇસક્રીમના ચોકઠા માટે વેપારીઓ તૈયાર ન થતા એજન્સીઓ પર ફોકસ કર્યું હતું અને તેમાં સફળતા મળી છે અને 10 ચોકઠા અલગ-અલગ આઇસક્રીમ એજન્સીઓેએ અપસેટ પ્રાઇસના ભાવે રૂ.4.50-4.50 લાખમાં ખરીદ્યા છે અને બે વેપારીઓએ પણ આઇસક્રીમના ચોકઠા ખરીદ્યા છે.

રાજકોટના ભાતીગળ લોકમેળા માટે દર વર્ષે તંત્ર દ્વારા લોકો પાસેથી અલગ-અલગ નામો મગાવવામાં આવે છે. જેમાં આ વર્ષે કુલ 639 એન્ટ્રી આવી હતી અને તેમાંથી જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીએ ‘ધરોહર’ મેળો નામ ફાઇનલ કર્યો છે. રાજકોટના સ્પર્ધકને આ નામ બદલ પારિતોષિક આપી સન્માનિત કરાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *