સેબી F&O પર નવા નિયમો અમલી બનાવે તો એક્સચેન્જ, બ્રોકર્સને ફટકો

માર્કેટ નિયામક સેબીના ફ્યૂચર્સ એન્ડ ઑપ્શન્સ (F&O) ટ્રેડિંગ નિયમન માટેના પ્રસ્તાવિત પગલાંઓથી રિટેલ ટ્રેડર્સને સેવા આપતા સ્ટોક એક્સચેન્જ અને બ્રોકર્સ પર તેની પ્રતિકૂળ અસર જોવા મળી શકે છે અને માર્કેટ વોલ્યૂમમાં પણ 30-40%નો ઘટાડો થવાની આશંકા રિપોર્ટમાં વ્યક્ત કરવામાં આવી છે. જો આ પગલાંઓનું અમલીકરણ કરવામાં આવશે તો તેનાથી રોકાણકારોની સંખ્યામાં ઘટાડો થઇ શકે છે.

તદુપરાંત, રિટેલ રોકાણકારો પર વધુ નિર્ભર રહેતા ડિસ્કાઉન્ટ બ્રોકર્સને અન્ય બ્રોકર્સની તુલનાએ વધુ ફટકો પડે તેવી શક્યતા છે. સેબીએ તેના જુલાઇના કન્સલ્ટેશન પેપરમાં ઓપ્શન પ્રીમિયમના અપફ્રન્ટ કલેક્શન, કોન્ટ્રાક્ટ સાઇઝમાં વધારો, પોઝિશન લિમિટ્સનું ઇન્ટ્રા ડે મોનિટરિંગ, સ્ટ્રાઇક પ્રાઇઝને તર્કસંગત કરવી જેવા પગલાંઓનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. સેબીના મતે આ પગલાંથી રોકાણકારોની સલામતી વધશે અને ડેરિવેટિવ માર્કેટમાં સ્થિરતા વધશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *