રાજકોટમાં રિલાયન્સ લાઇફ ઇન્સ્યોરન્સ પોલીસીના નામે છેતરપિંડી થયાનો આક્ષેપ કરવામા આવ્યો છે. આશાબેન હીરપરા નામના મહિલાએ પોલીસ અને ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ કરી છે અને પોલીસમાં પણ ફરિયાદ કરી છે. જો કે, હજુ સૂધી પૈસા પરત આપવામા આવ્યા નથી. ગિફ્ટના નામે પતિ-પત્નીને બોલાવવામાં આવ્યા હતા અને પ્રેગનેન્ટ હોવાથી પ્રેગનન્સી પોલિસી આપવાનું કહી અત્યારસુધીમાં રૂ. 61,000 લઇ લીધા છે અને બાદમાં પોલિસીમાં મારું નામ પણ નથી. આ બાબતે અગાઉ મારામારી કરી હતી. જેથી આમાં ન્યાય આપવામા આવે તેવી માગ છે.
ફરિયાદી આશાબેન હીરપરાએ જણાવ્યું હતું કે, ગોંડલ રોડ ઉપર આવેલા રિલાયન્સ લાઇફ ઇન્શ્યોરન્સના નામે ગિફ્ટ માટે ફોન આવ્યો હતો અને ત્યાં ગયા ત્યારે હું પ્રેગનન્ટ હોવાથી પ્રેગનન્સી ઇન્સ્યોરન્સ લેવડાવ્યું હતું. રિલાયન્સ લાઇફ ઇન્સ્યોરન્સ કંપનીના નામે ફેમિલી ઇન્સ્યોરન્સ કવર થશે તેવું પોલિસી લેવડાવી હતી. પ્રેગ્નન્સીનો ખર્ચો ઇન્સ્યોરન્સ કંપની આપશે તેવું સમજાવ્યા બાદ કોઈ જ લાભ ન આપ્યો.