ચેતન કાન્તીભાઈ રાઠોડએ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે રવિ ઉર્ફે ભગત ચાવડીયાનું નામ આપતા ભક્તિનગર પોલીસે બીએનએસ એકટ 118(1), 118(2) સહિતની કલમ હેઠળ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી. ફરિયાદીએ જણાવેલ હતું કે અટીકા મેઈન રોડ પર ત્રિશુલ ચોકની બાજુમાં મેજર ડાઈ પ્રોસેસ નામનું કારખાનુ ચલાવે છે. ગઈકાલે 9.30 વાગ્યે તેઓ કારખાનાની બાજુમાં આવેલ મોમાઈ ડીલકસ નામની દુકાને ફાકી લેવા ગયેલ ત્યાં નજીકમાં રહેતો રવિ ઉર્ફે ભગત ચાવડીયા ઉભેલ હતો. જેમની સામે અગાઉ ફરિયાદીના મિત્રએ દિવ્યેશ સીતાપરાએ પોલીસમાં ફરિયાદ કરેલ હોય જે બાબતનો ખાર રાખી બોલાચાલી કરવા લાગેલ.