છૂટક મોંઘવારી 59 મહિનાના સૌથી નીચા સ્તરે

જુલાઈ મહિનામાં છૂટક ફુગાવો ઘટીને 3.54% પર આવી ગયો છે. આ 59 મહિનાનું સૌથી નીચું સ્તર છે. ઓગસ્ટ 2019માં ફુગાવો 3.21% હતો. જ્યારે જૂન મહિનામાં છૂટક ફુગાવો 5.08% હતો. ખાદ્ય ચીજવસ્તુઓના ભાવ ઘટવાના કારણે મોંઘવારી ઘટી છે. ફુગાવો હવે આરબીઆઈના 2-4%ના લક્ષ્યાંકની અંદર છે.

ખાદ્ય ફુગાવાનો દર 9.36%થી ઘટીને 5.42% થયો છે. તે જ સમયે, શહેરી ફુગાવો પણ મહિના દર મહિનાના આધાર પર 4.39%થી ઘટીને 2.98% પર આવી ગયો છે. ગ્રામીણ ફુગાવો 5.66%થી ઘટીને 4.10% થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *