ગોંડલ શહેરથી પાંચ કિલોમીટર દૂર સુરેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં વર્ષાઋતુ બાદ વનરાજી સોળે કળાએ ખીલી ઉઠી છે અને શ્રાવણ માસ દરમિયાન દર્શનાર્થીઓની સાથોસાથ હરવા ફરવા માટે પણ સુરેશ્વર મંદિર અને વેરી તળાવ આસપાસ બહોળી સંખ્યામાં લોકો આવતા જતા હોય છે ત્યારે તંત્ર દ્વારા વેરી તળાવની પાળે લાખો રૂપિયા ખર્ચ કરીને સુરક્ષા કાજે સિમેન્ટ અને લોખંડની ફેન્સિંગ ફીટ કરવામાં આવી છે પરંતુ જાળવણીના અભાવે અને તંત્રની નીંભરતાના લીધે અહીં બાવળ તેમજ અન્ય વનસ્પતિઓ વ્યાપક પ્રમાણમાં ફૂટી નીકળી છે અને રસ્તા પર જમાવટ કરી રસ્તો સાંકડો બનાવી દેવાયો છે. આથી આ પેશકદમી તાકીદે હટાવવામાં આવે તેવી લોકોની લાગણી અને માગણી છે.