રાજકોટ કલેકટર કચેરીમાં આજે સવારથી અમદાવાદ એજી ઓફીસના ઉચ્ચ અધિકારીઓની ટીમે પડાવ નાંખી કલેકટર ઓફીસનું ઓડીટ શરુ કર્યુ છે. આ અંગે કલેકટર કચેરીમાં સૂત્રોએ જણાવ્યું હતું કે અમદાવાદ એજી ઓફિસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા પ્રતિ વર્ષ કલેકટર કચેરીનું ઓડીટ કરવામાં આવે છે. આ વર્ષે પણ ત્રણ અધિકારીઓએ કલેકટર ઓફીસમાં પડાવ નાંખી કચેરીની વિવિધ શાખાનું ઓડીટ શરૂ કર્યુ છે.એજી ઓફિસના ઉચ્ચ અધિકારીઓની ટીમ દ્વારા આગામી તા.12 સુધી કલેકટર કચેરીની વિવિધ શાખાનું ઓડીટ કરવામાં આવશે જેમાં અપીલ શાખા, મહેસુલ શાખા, બીનખેતી સહિતની ફાઈલોની તપાસણી આ ઉચ્ચ અધિકારીઓની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે.