TRP ગેમ ઝોનના તમામ આરોપીઓને તા.21મીએ હાજર રહેવા કોર્ટનો આદેશ

રાજકોટ ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટનામાં 27 નિર્દોષ લોકોનાં મોતના બનાવમાં પોલીસે બનાવેલી શીટ ચાર્જશીટ થયા બાદ હવે કાનૂની લડત શરૂ થઇ છે. આજે પ્રથમ હિયરિંગમાં તમામ આરોપીઓને આગામી તા.21મીના રોજ હાજર રહેવા યાદી જાહેર કરવામાં આવી હતી.

ગેમ ઝોનના ભાગીદારો ધવલ ભરતભાઇ ઠક્કર, અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા, યુવરાજસિંહ હરિસિંહ સોલંકી, રાહુલ લલિતભાઇ રાઠોડ, નીતિન મહાપ્રસાદ લોઢા, ફાયર ઓફિસર ઇલેશ વાલાભાઇ ખેર, ભીખાભાઇ જીવાભાઇ ઠેબા, ટીપી શાખાના અધિકારી મનસુખ ધનજીભાઇ સાગઠિયા, ગૌતમ દેવશંકરભાઇ જોષી, રોહિત આસમલભાઇ વિગોરા, રાજેશ નિલેશભાઇ મકવાણા, એન્જિનિયર અને એટીપીઓ જયદીપ બાબુભાઇ ચૌધરી, રાજેશ નરશીભાઇ મકવાણા અને વેલ્ડિંગ કરનાર મહેશ અમૃતભાઇ રાઠોડ સહિત 15 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને જેલહવાલે કરાયા છે. આ કેસમાં વધુ એક આરાપી પ્રકાશ હિરનનું અગ્નિકાંડમાં મોત નીપજ્યું હોય કાર્યવાહી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *