રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના નાની પરબડી ગામ નજીક પ્લાસ્ટિકના બંધ કારખાનામાથી માનવ કંકાલની ખોપરી મળી આવતા પોલીસ દોડી ગઈ હતી. ફોરેન્સિક ટીમની મદદથી તપાસનો ધમધમાટ ચાલુ કર્યો છે. પોલીસે સ્થળ પરથી મળેલ ખોપરી ચકાસણી માટે ફોરેન્સિક લેબમાં મોકલી ભેદ ઉકેલવા તપાસ હાથ ધરી છે.
પરબડી ગામ નજીક બંધ પડેલા પ્લાસ્ટિકના કારખાનાની પાણીની ટાંકીમાંથી માનવ કંકાલની ખોપરી મળી આવતા સનસનાટી મચી જવા પામી છે. ત્યારે ધોરાજી તાલુકા પોલીસે માનવ કંકાલને કબજે લઈ ફોરેન્સિકમાં મોકલી આપી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. બંધ પ્લાસ્ટિકના કારખાના તાજેતરમાં નવા માલિકે ખરીદ કર્યા બાદ કારખાનાની સાફસફાઈ શરૂ કરાવી હતી. જેમાં પાણીના ટાંકામાંથી માનવ ખોપરી મળી આવતા ધોરાજી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે માનવ ખોપરી અને અન્ય માનવ કંકાલને કબજે લઈ ફોરેન્સિક લેબમાં મોકલી આપ્યાં છે.