ટૂંક સમયમાં લાંબા રૂટની 4 ટ્રેન રાજકોટ સુધી લંબાશે

સૌરાષ્ટ્રના પાટનગર સમા રાજકોટને શરૂઆતથી રેલવે તંત્ર દ્વારા નજર અંદાજ કરવામાં આવી રહ્યું છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાંથી મોટી સંખ્યામાં લોકો અન્ય રાજ્યોમાં આવતા-જતાં હોવા છતાં રાજકોટને મહત્ત્વની ટ્રેનો ફાળવવામાં આવતી નથી. ત્યારે દોઢ વર્ષ પૂર્વે તત્કાલીન રેલવે મંત્રીએ લાંબા રૂટની અમદાવાદ સુધી આવતી અલગ અલગ છ ટ્રેનોને રાજકોટ સુધી લંબાવવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ આ જાહેરાત બાદ રેલવે તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં નહિ આવતા રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના લોકોને અમદાવાદ સુધી જવું પડે છે.

ત્યારે કાગડોળે લાંબા રૂટની અલગ અલગ ટ્રેનોની રાહ જોઇ રહેલા રાજકોટ સહિતના સૌરાષ્ટ્રવાસીઓ માટે પશ્ચિમ રેલવેએ રાહતના સમાચાર આપ્યા છે. અને ટૂંક સમયમાં માગણી મુજબની છ પૈકી ચાર ટ્રેનોને અમદાવાદથી રાજકોટ સુધી લંબાવવાની પ્રક્રિયાને તેજ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *