રાજકોટમાં ગત માસમાં રિયલ એસ્ટેટ ગ્રૂપ-પેઢીને ત્યાં જીએસટી વિભાગે દરોડા પાડી રૂ.50 કરોડની ટેક્સચોરી ઝડપી હતી. ત્યારે શેરબજારની પેઢી દ્વારા મોટા પાયે ટેક્સચોરી થતી હોવાની બાતમી મળતા રાજકોટમાં માહી માર્કેટિંગ પર તપાસ શરૂ કરી છે. પ્રથમવાર શેરબજારની પેઢી પર તપાસ હાથ ધરાઇ છે.
માહી માર્કેટિંગ નામની પેઢી સાથે કોને વ્યવહાર કર્યા છે. તેમજ પેઢીના માધ્યમથી જેણે રોકાણ કર્યું છે. તેને ટેક્સ ભર્યો છે કે નહિ તેની પણ તપાસ હાથ ધરાશે. અત્યાર સુધીની તપાસમાં એવી વિગતો બહાર આવી છે કે, ડોક્ટરો, ઉદ્યોગપતિ, સોની વેપારી વગેરેએ રોકાણ કર્યું છે. સ્થળ પરથી દસ્તાવેજોની ચકાસણી કરી છે. મોટા પાયે ટેક્સચોરી થયાનું બહાર આવ્યું છે. જરૂર પડ્યે બેંક ખાતા પણ સીઝ કરાશે તેમ અધિકારીઓએ જણાવ્યું છે. કરણપરામાં પાન-સોપારીના વેપારીને ત્યાં પણ તપાસ હાથ ધરી છે.