ધોરાજીમાં બિસ્માર રોડ, રસ્તા મામલે કોંગ્રેસના આગેવાનોએ નવતર રીતે વિરોધ પ્રદર્શિત કર્યો છે. અને રસ્તા પર પડેલા ખાડામાં પાણી ભરાયા હોય ત્યાં વૃક્ષારોપણ કરાયું અને જાહેરમાં ગરબા રમીને તંત્રના કાન આમળવાનો પ્રયાસ કરાયો હતો. આ તકે શહેર કોંગ્રેસના પ્રમુખ દિનેશ વોરા ભાવેશ ભટ્ટ, જીતુ વેકરીયા ભાવેશ માથુકિયા, સુરેશ અંટાળા, આશિષ જેઠવા, જય ટોપીયા, જીતુ ચૌહાણ સહિતના આગેવાનોએ ધોરાજી શહેરના હાર્દ સમાન જેતપુર રોડ પર રસ્તામાં પડેલા ખાડામાં વૃક્ષ વાવી ત્યારબાદ ખાડાની ફરતે રાસ ગરબા રમીને રોષ ઠાલવ્યો હતો.