શ્રાવણીયો જુગાર રમતી 3 મહિલા સહિત 15 શખ્સો ઝડપાયા

રાજકોટમાં જુગારનાં જુદા-જુદા બે દરોડામાં શ્રાવણીયો જુગાર રમતી 3 મહિલા સહિત 15 શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. પ્રથમ દરોડો આજીડેમ પોલીસ દ્વારા સ્વાતિ પાર્કની બાજુમાં અક્ષરાતીત એપાર્ટમેંટમાં ત્રીજા માળે રહેતાં હંસાબેન ડાવેરાનાં રહેણાંક મકાનમાં પડાયો હતો. જેમાં જુગાર રમતાં હંસાબેન ડાયાભાઈ ડાવેરા, અંબાબેન અઘેરા, ભાવનાબેન હેરભા, અલ્પેશ ગોટેચા, અજય મહેતા, નિલેશ ભાસ્કર, કિશોર ટીલવાણીને દબોચી લીધા હતા. પોલીસે રોકડ રૂ.11,750 કબ્જે કરી કાર્યવાહી કરી હતી. તો બીજા બનાવમાં બી-ડિવિઝન પોલીસે પેડક રોડ રણછોડનગર સોસાયટી કોમ્યુનિટી હોલની પાસે અમૃતલાલ કાનજીભાઇ લુણાગરીયાનાં મકાનમાં બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. જેમાં પત્તા ટિંચતા અમૃતલાલ લુણાગરીયા, ભરત મોલીયા, નારણ લુણાગરીયા, દિનેશ લુણાગરીયા, મુકેશ લુણાગરીયા, પુષ્કર ચંદેલ, રતીલાલ લુણાગરીયા તેમજ પ્રવિણ મોલીયાને પકડી પાડી રોકડ રૂ.41200 કબ્જે કરી જુગાર ધારાની કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *