રાજકોટના લાંચિયા કોન્સ્ટેબલની ધરપકડ

રાજકોટ શહરેમાં હવે લાંચિયાઓ હવે પોલીસ વિભાગને કલંકિત કરી રહ્યા છે. શહેરના યુનિવર્સિટી રોડ ઉપર આવેલા પંચાયત નગર પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલને રૂપિયા 25,000ની લાંચ લેતા ACBએ રંગે હાથ ઝડપી પાડ્યો છે. ફરિયાદીને અરજીમાં હેરાન ન કરવા મામલે કોન્સ્ટેબલે લાંચ માગી હતી. ફરિયાદીએ લાંચ ન આપવા એન્ટી કરપ્શન બ્યૂરોને જાણ કરી અને આ અંગે છટકું ગોઠવતા કોન્સ્ટેબલ તેમાં ફસાયો હતો. ACBએ આ કોન્સ્ટેબલને ઝડપી પાડ્યા છે આ સાથે જે વ્યક્તિ મારફતે કોન્સ્ટેબલ લાંચ લેતો હતો તે વચેટિયા સામે પણ ACBએ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

રાજકોટ ACB એકમના ઇન્ચાર્જ મદદનીશ નિયામક અને સુપરવિઝન ઓફિસ કે.એચ. ગોહિલના માર્ગદર્શનમાં જામનગર એન્ટી કરપ્શન બ્યૂરો પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એન. વિરાણીએ યુનિવર્સિટી રોડ ઉપર આવેલા પંચાયત નગર પોલીસ સ્ટેશનમાં છટકું ગોઠવ્યું હતું. આ કામના ફરિયાદી વિરૂદ્ધ પંચાયત ચોકી, યુનિવર્સિટી પોલીસ સ્ટેશન રાજકોટ શહેર ખાતે અરજી થઈ હતી. જે અરજી કામે આ કામના પોલીસ કોન્સ્ટેબલ વિપુલ શાર્દૂળભાઈ ઓળકીયાએ અરજી તપાસમાં હેરાન પરેશાન નહીં કરવાના અવેજ પેટે રૂપિયા 25,000ની લાંચની માગણી કરી હતી. અને આ લાંચની રકમ ખાનગી વ્યક્તિ ભાવીન મગનભાઈ રૂઘાણી મારફતે આપવા જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *