આટકોટ ડી. બી. પટેલ કન્યા છાત્રાલયમાં વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચરનાર મધુ ટાઢાણીની ધરપકડ

રાજકોટ જિલ્લાના આટકોટમાં આવેલી ડી. બી. પટેલ કન્યા છાત્રાલયમાં અભ્યાસ કરી ચૂકેલી વિદ્યાર્થિનીને ભાજપના આગેવાન અને કલરકામના કોન્ટ્રેક્ટરે પ્રેમજાળમાં ફસાવી શૈક્ષણિક ધામમાં જ દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં ઘટનાની ટ્રસ્ટીને જાણ થતાં આવું કૃત્ય અટકાવવાને બદલે વિદ્યાર્થિની પર તેણે પણ કુકર્મ આચર્યાની જિલ્લા પોલીસવડા સમક્ષ અરજી થતાં પોલીસે ભાજપના જ બે આગેવાન સામે ગુનો નોંધાવ્યો હતો. ગુનો નોંધાતા જ બંને આરોપી ભૂગર્ભમાં ઉતરી ગયા હતાં અને રાજકોટ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી મૂકી હતી.

આ દરમિયાન આરોપીઓ પર દબાણ વધતા એક આરોપી મધુ ટાઢાણી 2 ઓગસ્ટના રોજ રાજકોટ ગ્રામ્ય LCB સમક્ષ હાજર થતા પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે અન્ય એક આરોપી રાજકોટ જિલ્લા પંચાયતના સભ્યનો પતિ પરેશ રાદડિયા ફરાર હોવાથી પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.

શિક્ષણ જગતને લાંછનરૂપ ઘટનામાં ભાજપના બે આગેવાનો સામે દુષ્કર્મનો ગુનો નોંધાતાની સાથે જ બન્ને આરોપીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. જેથી તેને શોધવા માટે રાજકોટ જિલ્લા પોલીસ વડા દ્વારા પોલીસની ત્રણ ટીમો બનાવવામાં આવી હતી. ફરિયાદ નોંધાયાના બીજા દિવસે જ આરોપીઓએ આગોતરા જામીન અરજી રાજકોટ સેશન્સ કોર્ટમાં મૂકી હતી. જેની સુનાવણી માટે આગામી તારીખ 5 ઓગસ્ટ આપવામાં આવી છે. જો કે, એ પહેલા આરોપીઓ ઉપર દબાણ વધતા ગઈકાલે (2 ઓગસ્ટ) મોડી રાત્રે બે આરોપી પૈકી એક આરોપી મધુ ટાઢાણી રાજકોટ ગ્રામ્ય LCB સમક્ષ હાજર થઇ જતા પોલીસે તેની ધરપકડ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *