સ્પેસ આઈડિયાથોન, વર્કશોપ, કોન્ફરન્સ યોજી સ્પેસ ડે મનાવાશે

યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) એ યુનિવર્સિટીઓ અને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને 23 ઓગસ્ટ, 2024ના રોજ પ્રથમ ‘નેશનલ સ્રાપેસ ડે’ની ઉજવણી કરવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવા જણાવ્યું છે. ચંદ્રયાન-3ના સફળ પ્રક્ષેપણની યાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ તારીખની સત્તાવાર જાહેરાત કરી હતી.

આ ઈવેન્ટનો ઉદ્દેશ યુવાનોને સ્પેસ ટેક્નોલોજી અને તેની એપ્લિકેશન તરફ આકર્ષવા અને પ્રેરિત કરવાનો છે. આ કાર્યક્રમોમાં ઈન્ડિયન સ્પેસ હેકાથોન, ઈસરો રોબોટિક્સ ચેલેન્જ અને ચંદ્રયાન-3 સિદ્ધિઓનું પ્રાદેશિક સ્તરનું પ્રદર્શન કરાશે. આ સિવાય અવકાશ વિભાગ ઘણા ઉચ્ચ સ્તરીય કાર્યક્રમોનું આયોજન કરી રહ્યું છે. UGCએ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને કોન્ફરન્સ, વર્કશોપ, પ્રદર્શનો અને સ્પેસ આઈડિયાથોનનું સક્રિય આયોજન કરવા અને ઈન્ડિયન સ્પેસ હેકાથોન અને ઈસરો રોબોટિક્સ ચેલેન્જમાં વિદ્યાર્થીઓની સહભાગિતાને પ્રોત્સાહિત કરવા જણાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *