જેએનવી સેના દ્વારા રાજકોટમાં સર્વાઇકલ કૅન્સર અંગે જાગૃતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે જવાહર નવોદય વિદ્યાલયમાં વર્કશોપનું આયોજન કરાયું હતું. આ વર્કશોપમાં JNVના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, 10 વર્ષથી ઉપરની વયની વિદ્યાર્થિનીઓ તેમજ અન્ય લોકો મળીને 250 લોકોએ હાજરી આપી હતી. આ વર્કશોપમાં સર્વાઇકલ કેન્સર તથા બ્રેસ્ટ કેન્સર વિશે મહત્ત્વની માહિતી પૂરી પાડી અને વેક્સિન લેવા અંગેનું માર્ગદર્શન આપ્યું . આ ઉપરાંત પીડીયુ નર્સિંગ કોલેજના સ્ટાફે હાજરી આપી અને યુવતીઓને મૂંઝવતા પ્રશ્નો વિશે જાણકારી પૂરી પાડી હતી. વર્કશોપમાં સર્વાઇકલ કૅન્સરની પહેચાન, તેનું નિદાન અને પ્રતિકારક ઉપાયો વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી. સાથે જ, આ જીવલેણ બીમારીથી બચવા માટે જરૂરી ચકાસણીઓ અને રસીકરણની મહત્ત્વતાની ચર્ચા કરવામાં આવી હતી.