ગેઈમિંગ એપમાં પરમિશન આપવી ભારે પડી

રાજકોટમાં સાયબર ક્રાઈમનો વધુ એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. જસદણમાં રહેતા અને સિક્યુરિટી ગાર્ડની નોકરી કરતાં યુવાનને એક અજાણ્યા શખસે કોલ કરીને બળજબરીપૂર્વક 15 હજાર પડાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના બાદ યુવાને તુરંત જ જસદણ પોલીસમાં ફરિયાદ નોંધી હતી.

​​​​​​​આ બનાવ અંગે યશ નામના યુવાને ફરિયાદ નોંધાવતા જણાવ્યું કે, તે ગઈકાલે નોકરી પર હતો ત્યારે એક અજાણ્યા શખસનો તેના પર કોલ આવ્યો હતો. આ શખસે કહ્યું કે- તમે કેન્ડી ક્રશ ગેમમાંથી 15 હજારની લોન લીધી છે, જે રકમ તમારે તાત્કાલિક ઓનલાઈન ભરવી પડશે. જોકે, યુવાને તેને કોઈ લોન ન લીધી હોવાનું જણાવતા અજાણ્યા શખસે તેને ધમકી આપી કે, તારા મોબાઈલના બધા ફોન નંબર અને ફોટોઝ મારી પાસે આવી ગયા છે. જો તે પૈસા ન આપ્યા તો હું તારા ફોટોઝને અશ્લીલ રુપે એડિ​​​​​​​​​​​​​​ટ કરીને તારા સગા-સંબંધીઓમાં વાઈરલ કરી દઈશ. યુવકે પૈસા ન આપતા થોડી જ વારમાં ફોટો અશ્લીલ રીતે એડિટ કરીને સગા-સંબંધીઓને મોકલી આપ્યા​​​​​​​. ફક્ત એટલું જ નહીં વોટ્સએપમાં અલગ-અલગ નંબરો પરથી કૌલ કરીને પૈસાની માંગણી કરતાં પોલીસમાં અરજી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *