રાજકોટમાં રહેતા સુનિલભાઇ શાહ અને મોહનભાઇ ચનિયારા જોગ કેશવલાલ શામજીભાઇ સેજપાલના કુલમુખત્યાર દરજ્જે દિલીપ સેજપાલે રાજકોટની કર્મચારી સોસાયટીમાં સદ્ગુરુ સદન તરીકે ઓળખાતા ફ્લેટ કુલ રૂ.75 લાખમાં વેચાણ આપવા કરાર લખી આપેલ. આ ઉપરાંત રૈયા ગામમાં આફ્રિકા કોલોનીમાં બે પ્લોટ રૂ.80 લાખમાં વેચાણ આપવા નક્કી કરી નિલમબેન દિલીપભાઇ સેજપાલે કરાર લખી આપેલ અને ચૂકતે અવેજ વસૂલ મળ્યાની પહોંચ લખી આપી નોટરાઇઝ્ડ કરાવી આપેલ.
આ વિગતે દિલીપભાઇએ મિલકત વેચાણના કરાર લખી આપી રકમ મેળવી લીધેલ બાદમાં વેચાણ કરાર રદ કરેલ અને અવેજ પરત આપવાનો કરાર લખી આપી નિલમબેન સેજપાલે ફરિયાદીની તરફેણમાં રૂ.37.75 લાખ અને પાંચ લાખનો ચેક ઇશ્યૂ કરી આપેલ તેમજ આરોપી દિલીપ સેજપાલે વેચાણ કરાર રદ જાહેર કરી વસૂલ લીધેલા રૂ.75 લાખ તથા નુકસાની વળતર રૂ.10 લાખ ચૂકવવા માટે સમજૂતી કરાર લખી આપી ચેક ઇશ્યૂ કરી આપેલ. જે રિટર્ન થતા છેલ્લે રકમ ચૂકવવાની બાંહેધરી આપી બે ચેક ફરિયાદીની તરફેણમાં ઇશ્યૂ કરી આપેલ. જે 5 ચેક રિટર્ન થતા કોર્ટમાં ફરિયાદ થતા કોર્ટે તમામ પાંચ કેસમાં આરોપીઓને દરેક ફરિયાદમાં એક વર્ષની સજા અને 5 ચેકની કુલ રકમ રૂ.1.65 કરોડ આરોપીએ ફરિયાદીને 1 માસમાં ચૂકવી આપવા અને ન ચૂકવે તો વધુ છ માસની સજાનો હુકમ કર્યો હતો.