આંગણવાડી કાર્યકરની પારડીના તલાટીને રજૂઆત

રાજકોટ તાલુકાના પારડી ગામે સરકારી ખરાબાની સરવે નં.161 પૈકીની જમીનમાંથી 500 ચો.મી. જમીન આંગણવાડી કેન્દ્ર માટે ફાળવવામાં આવ્યા બાદ આ જગ્યામાં અન્ય વિભાગ દ્વારા બાંધકામ કરાતું હોવાની લેખિત ફરિયાદ આંગણવાડી કાર્યકરે કરી બાંધકામ અટકાવવા માગણી કરતા ભારે લોકોમાં ચકચાર જાગી છે.

જ્યારે આંગણવાડી કાર્યકર ઇલાબેન સી.પટેલે તા.27-7ના રોજ કરેલી તલાટી કમ મંત્રીને લેખિત ફરિયાદમાં જણાવ્યું હતું કે, પારડી ગામની આંગણવાડી કેન્દ્ર નં.4ની આંગણવાડી માટે વધારાની જગ્યા ફાળવેલ છે.

ગ્રામપંચાયતની કચેરી ઠરાવ નં.6 તા.12-01-2016ના રોજ 500 ચો.મી. જગ્યા ફાળવેલી છે. જોકે હાલ જગ્યા પર અન્ય વિભાગ દ્વારા બાંધકામ થાય છે. આંગણવાડી કેન્દ્રના બાળકો માટે રમવા માટેની કિચન ગાર્ડન માટેની જગ્યા વપરાશ માટે ઉપયોગમાં લેવાની હોય તો આ જગ્યા પર થતું બાંધકામ અટકાવી અમોને ફાળવેલી જગ્યા પરત કરવામાં આવે તેવી માગણી રજૂઆતના અંતમાં કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *