અમદાવાદ ડિવિઝનના મહેસાણા-પાલનપુર સેક્શન પર ધારેવાડા-સિદ્ધપુર-છાપી સ્ટેશનો પર ડબલ ટ્રેકના નોન-ઇન્ટરલોકિંગની કામગીરી કરવાની હોવાથી શુક્રવાર, શનિવાર એમ બે દિવસ રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ત્રણ ટ્રેનના રૂટને ફેરવવામાં આવ્યો છે. તા.26ના રોજ પોરબંદરથી ઉપડતી 19269 નંબરની મુઝફ્ફરપુર એક્સપ્રેસ અને તા.26ના રોજ ઓખાથી ઉપડતી 19565 નંબરની દહેરાદૂન એક્સપ્રેસ તેમજ તા.27ના રોજ પોરબંદરથી ઉપડતી 20937 નંબરની દિલ્હી સરાઇ રોહિલ્લાનો સમાવેશ થાય છે. ત્રણેય ટ્રેનો તેના નિયત રૂટને બદલે મહેસાણા-પાટણ-ભીલડી-પાલનપુરના રૂટ પરથી દોડશે. ઓખા-દહેરાદૂન એક્સપ્રેસ ઊંઝા, સિદ્ધપુર સ્ટેશન પર ઉભી રહેશે નહિ.
ગુજરાત-મહારાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે રેલ-હવાઇ યાત્રાને મોટી અસર થઇ છે. મુંબઇથી રાજકોટ આવતી ઇન્ડિગોની બપોરની 12.20ની ફલાઇટ રાજકોટ મોડી પહોંચી હતી. બપોરે 2.18 કલાકે આ ફલાઇટે ઉડાન ભરતા અઢી કલાક મોડી પડી હતી.