સરકારી-ગ્રાન્ટેડ શાળાઓમાં જ્ઞાન સહાયકની ભરતી જાહેર

રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયકની ભરતીની જાહેરાત કરી દીધી છે. 11 માસના કરાર ઉપર થનારી આ ભરતીમાં જોડાવવા માટે અરજદારો 27 જુલાઈને શનિવારથી 05 ઓગસ્ટને સોમવાર સુધી ઓનલાઈન અરજી કરી શકશે. જ્ઞાન સહાયક માધ્યમિકમાં પ્રતિમાસ ફિક્સ પગાર રૂ.24 હજાર અપાશે. જ્યારે જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિકમાં પ્રતિમાસ પગાર રૂ.26 હજાર અપાશે. વયમર્યાદા જ્ઞાન સહાયક માધ્યમિકમાં 40 વર્ષ અને ઉચ્ચતર માધ્યમિકમાં 42 વર્ષ નક્કી કરવામાં આવી છે.

સમગ્ર શિક્ષા દ્વારા કરેલી જ્ઞાન સહાયકની જાહેરાતમાં જણાવાયું છે કે, શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્યની સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના (માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક) માટે શાળા કક્ષાએ 11 માસ માટે કરાર આધારિત ‘જ્ઞાન સહાયક’ (માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક)ની જગ્યાઓની ભરતી માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મગાવાઇ છે. વયમર્યાદા ઓનલાઈન અરજી કરવાની તારીખ સુધીની રહેશે. ઉમેદવારે ઉચ્ચતર માધ્યમિક માટે https://bit.ly/HS_GYANSAHAYAK વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરવાની છે જ્યારે માધ્યમિકના

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *