ટ્રિપલ – સીની પરીક્ષા પાસ ન કરનાર 7 તલાટીને છૂટા કરી દેવાયા

રાજ્ય સરકારના પંચાયત વિભાગમાં ભરતી થનારા દરેક કર્મચારીએ નિયત કરેલા સમયગાળામાં કમ્પ્યૂટર કૌશલ્ય તાલીમ (ટ્રિપલ-સી)ની પરીક્ષા પાસ કરવાની ફરજિયાત છે ત્યારે આ પરીક્ષા પાસ કરવાની નિયત મુદત પૂરી થઇ ગયા બાદ સરકારે વધુ સમય ફાળવ્યો હોવા છતાં પરીક્ષા પાસ નહીં કરનાર રાજકોટ જિલ્લા પંચાયતના એક ક્લાર્ક અને છ તલાટી કમ મંત્રીને તાત્કાલિક અસરથી છૂટા કરવાનો આદેશ નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઇલાબેન ગોહિલે કર્યો છે.આ કર્મચારીઓ જિલ્લા પંચાયતમાં 7 વર્ષથી લઇને 20 વર્ષથી ફરજ બજાવતા હતા અને અચાનક આવો હુકમ આવતા દેકારો બોલી ગયો છે.

નાયબ જિલ્લા વિકાસ અધિકારીએ કરેલા આદેશમાં એવું પણ જણાવ્યું હતું કે, સીસીસી પરીક્ષા પાસ કરવા અંગેની મુદત બાદની બજાવેલી ફરજ દરમિયાનના પગાર ભથ્થાની વસૂલાત કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *