નવાં નીરની આવક,ભાદર, આજી-1, ન્યારી-1માં નવાં નીર આવ્યા, ન્યારી-2 છલકાયો

સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક મેઘમહેરને કારણે પાક-પાણીનું ચિત્ર બદલાયું છે અને ડેમમાં પણ સતત નવાં નીરની આવક થઇ રહી છે જેના પરિણામે રાજકોટ સિંચાઇ વર્તુળ હસ્તકના દેવભૂમિ દ્વારકાના તમામ સહિત કુલ 21 ડેમ ઓવરફ્લો થયા છે અને રાજકોટ શહેરની જીવાદોરી સમાન ભાદર, આજી-1 અને ન્યારી-1 સહિત 25 ડેમમાં નવાં નીરની આવક થઇ છે. તેમજ ન્યારી-2 છલકાયો છે.

રાજકોટ સિંચાઇ હસ્તકના ઓવરફ્લો થયેલા 21 ડેમમાં મોજ, ફોફળ, વેણુ-2, આજી-2, સોડવદર, ન્યારી-2, ભાદર-2, મચ્છુ-3, સસોઇ, પન્ના, ફૂલઝર-1, ફૂલઝર-2, ડાઇ મીણસર, ઊંડ-3, વાડીસંગ, ફૂલઝર (કો.બા.),રૂપારેલ, ઉમિયાસાગર, ઘી, વર્તુ-1, ગઢકી, વર્તુ-2, સોનમતી, શેઢા ભાડથરી, વેરાડી-1, સિંધણી, કાબરકા, વેરાડી-2, મીણસાર અને સોરઠી ડેમ ઓવરફ્લો થતા દરવાજા ખોલાયા છે. છેલ્લા 24 કલાકમાં ભાદરમાં 0.43, આજી-1માં 0.13, આજી-3માં 0.49, સોડવદરમાં 1.97, સુરવોમાં 1.15, ન્યારી-1માં 0.16, ન્યારી-2માં 0.49 ફૂટ નવાં નીરની આવક થઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *