ગોંડલ ચોરડી પાસે નેશનલ હાઈવેનો વણાંક અનેક માનવ જિંદગીને ભરખી ગયો છે. રાજકોટથી સોમનાથ સુધીના નેશનલ હાઇવે પર વાહન વ્યવહાર આસાનીથી ચાલી શકે તે માટે રાજકોટથી જેતપુર સુધી તો સિક્સલેન બનાવાઇ જ રહ્યો છે અને આ રસ્તા અન્ય રસ્તા કરતાં પ્રમાણમાં સારા છે તેમ છતાં આ નેશનલ હાઇવે પર ચોરડી પાસે જોખમી વણાંક આવેલો છે જે વારંવાર અકસ્માતનો સાક્ષી બની રહ્યો છે.
છાશવારે અહીં દુર્ઘટના ઘટે છે અને મહામૂલી માનવ જિંદગી તેમાં હોમાઇ રહી હોવા છતાં તંત્ર તેના પર ધ્યાન આપતું નથી.હાલ રાજકોટથી જેતપુર સુધી નવો સિક્સલેન હાઇવે બની રહ્યો હોય તેમ છતાં પણ ચોરડીના વણાંકને નજર અંદાજ કરી ઓર બ્રિજ મંજૂર કરવામાં આવ્યો નથી ગોંડલ શહેર પંથકનું રાજકારણ ગાંધીનગરથી દિલ્હી સુધી ગુંજતું હોય છે અને રોજિંદા રાજકીય આગેવાનોને ગાંધીનગરથી દિલ્હી સુધીની દોડધામ રહેતી હોય છે તેમ છતાં પણ તાલુકાના કેટલાક ગામો પ્રાથમિક સુવિધાથી વંચિત રહેતા હોય તાકીદે સુવિધા પૂરી પાડવામાં આવે તેવી માંગ 0ઠવા પામી છે.