રાજકોટમાં લોકમેળા અમલીકરણ સમિતિ દ્વારા જન્માષ્ટમીના તહેવારો પર રેસકોર્સ મેદાનમાં તા. 24થી 28 ઓગસ્ટ સુધી 5 દિવસ લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળામાં વિવિધ સ્ટોલ-પ્લોટ મેળવવા માટેના અરજી ફોર્મનું વિતરણ પ્રાંત 1 અને ઇન્ડિયન બેંકમાંથી કરવામાં આવી રહી છે. લોકમેળાના દરેક સ્ટોલ-પ્લોટ ધારકોએ 50ના સ્ટેમ્પ પેપર ઉપર નોટરાઈઝ સોગંદનામું રજૂ કરવાનું રહેશે. જેમાં નાની રાઇડઝના 35 તો નવી રાઇડ્ઝના 45 લેવામાં આવશે. રાઇડ્ઝમાં 5-5 તો સ્ટોલના ભાવમાં 10 ટકા જેટલો વધારો નોંધાયો છે. આ દરમિયાન હવે ફોર્મ ભરવાના 2 દિવસ બાકી છે, ત્યારે 5 દિવસમાં 257 ફોર્મ ઉપડ્યા છે. જોકે હજુ 14 ફોર્મ જ ભરાઈને પરત આવ્યા છે.
લોકમેળા અમલીકરણ સમિતિ દ્વારા સ્ટોલ-પ્લોટ માટેના અરજીપત્રક કિંમત 200 છે. તા.25 જુલાઈ સુધી સવારે 11થી સાંજે 4 કલાક દરમિયાન અરજીપત્રક (1) ઈન્ડિયન બેન્ક, તોરલ બિલ્ડિંગ, શાસ્ત્રી મેદાન સામે, રાજકોટ તેમજ (2) નાયબ કલેક્ટર કચેરી, પ્રાંત રાજકોટ શહેર-1, જૂની કલેકટર કચેરી, રાજકોટ ખાતેથી ફોર્મ આપવામાં આવી રહ્યા છે. ભરેલા અરજી ફોર્મ તા.25 જુલાઈ દરમિયાન ઇન્ડિયન બેન્ક, તોરલ બિલ્ડિંગ, શાસ્ત્રી મેદાન, રાજકોટ ખાતે નિયત સમયમાં, નિયત અરજી ફોર્મમાં બતાવેલી રકમના ડીમાન્ડ ડ્રાફ્ટ સાથે સ્વીકારવામાં આવશે. બધી યાંત્રિક કેટેગરીઓ ઈ-એફ-જી-એચની હરરાજીમાં ભાગ લઈ શકશે. હરરાજીવાળી કેટેગરીઓમાં ફોર્મ ભરેલા આસામીઓએ અપસેટ પ્રાઈઝથી ઉપરની બોલી લગાવવાની રહેશે.