શ્રેયાંકા પાટીલ વુમન્સ એશિયા કપમાંથી બહાર

ભારતીય ઓલરાઉન્ડર શ્રેયાંકા પાટિલ ડાબા હાથની ઈજાને કારણે વુમન્સ એશિયા કપ 2024માંથી બહાર થઈ ગઈ છે. એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)એ શનિવારે જારી કરેલા એક પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે 21 વર્ષીય ભારતીય ઓફ સ્પિનરને ડાબા હાથની ચોથી આંગળીમાં ફ્રેક્ચર થયું છે.

શ્રેયાંકાએ શુક્રવારે પાકિસ્તાન સામે 3.2 ઓવર ફેંકી હતી અને 14 રન આપીને 2 વિકેટ લીધી હતી. તેણે બેટિંગ કરવાની જરૂર પડી નહોતી, કારણ કે ભારતે 14.2 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને જીત મેળવી હતી. શ્રેયાંકાએ ભારત માટે 3 વન-ડેમાં 5 અને 12 T20માં 16 વિકેટ લીધી હતી.

તેના સ્થાને 26 વર્ષની લેફ્ટ આર્મ અનકેપ્ડ સ્પિનર ​​તનુજા કંવરને ટીમમાં સામેલ કરી છે. તનુજા વુમન્સ પ્રીમિયર લીગ (WPL)માં ગુજરાત જાયન્ટ્સ (GG) અને ડોમેસ્ટિક ક્રિકેટમાં રેલવે તરફથી રમે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *