રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જુદા-જુદા સંવર્ગોની ખાલી જગ્યાઓ ભરવા માટે અગાઉ વર્તમાનપત્રમાં જાહેરાત આપી અરજીઓ ઓનલાઈન માધ્યમથી મંગાવવામાં આવી હતી. જેમાં (1) મેનેજર (2) વોર્ડ ઓફિસર (3) આસી.એન્જીનીયર (મિકેનિકલ) ની જાહેરાત આપવામાં આવી હતી. આ જગ્યાઓ માટે અરજી કરેલ ઉમેદવારોની લેખિત પરીક્ષા આજે જુદા જુદા 6 પરીક્ષા કેન્દ્રો ખાતે યોજાઈ હતી. જેમાં એકંદરે કુલ 4442 ઉમેદવારો નોંધાયેલ હતા જે પૈકી કુલ-2649 ઉમેદવારો દ્વારા લેખિત પરીક્ષા આપવામાં આવી હતી. તો 1793 ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા. પરીક્ષાઓની પ્રોવિઝનલ આન્સર કી મહાનગરપાલિકાની વેબસાઈટ પર આગામી સમયમાં પ્રસિધ્ધ કરવામાં આવશે.