એક તરફ ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે પોરબંદરના કડછ ગામનો મૂળ વતની યુવાન રાજકોટમાં મૃત્યુ પામતા આ યુવાનના મૃતદેહને હોડી મારફતે કડછ ગામે લાવવામાં આવ્યો હતો. કડછ ગામના રોડ પર વરસાદી પાણી ફરી વળ્યા હોવાથી વહીવટી તંત્ર દ્વારા હોડીની વ્યવસ્થા કરવામાં આવી હતી.
કડછ ગામના દલિત પરિવારના પરેશભાઈ એભાભાઇ વાઘેલા, (ઉં.વ.20),નું રાજકોટ ખાતે સારવાર દરમિયાન મુત્યું થયું હતું. ત્યાંથી તેમનાં મૃતદેહને એબ્યુલન્સમાં લાવવામાં આવ્યો હતો. પરંતુ મોચા થી કડછ જતો રસ્તો વરસાદી પાણીના ભરાવાના કારણે બંધ હોવાથી મૃતદેહને તેમનાં ધરે પહોંચાડવો ખૂબ મુશ્કેલી ભર્યું કામ હતું.
કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન અને સૂચના અનુસાર તાલુકા વિકાસ અધિકારી આર.પી.મકવાણા, પોલીસ અધિકારી દ્વારા એન.ડી.આર.એફ.ટીમની સાથે માછીમાર સમાજના આગેવાનો હોડી મારફતે મૃતદેહને કડછ ગામે સુરક્ષિત રીતે પહોંચાડવામાં આવ્યો હતો.