11 ઓગસ્ટે બે શિફ્ટમાં લેવાશે NEET-PGની પરીક્ષા

નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન ઇન મેડિકલ સાયન્સ (NBEMS)એ NEET-PG પરીક્ષા કેન્દ્રોની યાદી બહાર પાડી છે. NEET-PGની પરીક્ષા 11 ઓગસ્ટે રાજકોટ સહિત દેશના 185 કેન્દ્રો પર 2 શિફ્ટમાં લેવામાં આવશે. વિદ્યાર્થીઓને આ વખતે શિફ્ટ નક્કી કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. NEET-PG માટે અગાઉ જાહેર કરાયેલ એડમિટ કાર્ડમાં આપેલ પરીક્ષા માટેનું શહેર અને કેન્દ્ર માન્ય રહેશે નહીં. ઉમેદવારો 22મી જુલાઈના રોજ 11:55 વાગ્યા સુધી તેમની પસંદગીનું શહેર પસંદ કરી શકશે. ઉમેદવારોને તેમના રજિસ્ટર્ડ ઈ-મેઈલ આઈ.ડી પર 29મી જુલાઈના રોજ NEET PG પરીક્ષા સિટીનું એલોટમેન્ટ લિસ્ટ પ્રાપ્ત થશે. ફાળવેલા શહેરમાં પરીક્ષા કેન્દ્ર, સ્થળ વિશેની માહિતી એડમિટ કાર્ડ દ્વારા આપવામાં આવશે. નીટ-પીજીના એડમિટ કાર્ડ 8મી ઓગસ્ટે બહાર પાડવામાં આવશે.

ઉમેદવારોએ natboard.edu.in, nbe.edu.in પર જઈને શહેર પસંદ કરવાનું રહેશે. પરીક્ષાને લઈને જૂના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવી રહ્યા છે. વિદ્યાર્થીઓને આ વખતે શિફ્ટ નક્કી કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. NEB નક્કી કરશે કે કયા વિદ્યાર્થીઓ કઈ શિફ્ટમાં પરીક્ષા આપશે. NBEMS અને MOHFW દ્વારા લેવામાં આવી રહેલા વધારાના સુરક્ષા પગલાંને કારણે આ પરીક્ષા દેશના 185 કેન્દ્રોમાં લેવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *