જસદણમાં કાયદો અને વ્યવસ્થાની કથળેલી સ્થિતિનો લાભ આવારાતત્વો આબાદ લઇ રહ્યા છે. ગુરુવારે આવારા તત્વોએ તો હદ વળોટી નાખી હતી અને એક વેપારીના ઘર બહાર પડેલા માલસામાનની તોડફોડ કરી હતી અને આટલું ઓછું હોય તેમ બાદમાં પેટ્રોલ છાંટી આગ લગાવી દીધી હતી.
જસદણના ગોકુળ ચોકમાં રહેતા અને ઇલેક્ટ્રિક ચીજવસ્તુઓનો ધંધો કરતા સલીમભાઈ અજીતભાઈ પરિયાણીના ઘરે રાત્રિના 11:30 વાગે બે આવારા તત્વોએ બહાર પડેલા માલસામાનને તોડફોડ કરતાં સીસીટીવીમાં દેખાયા હતા જેથી જસદણ પોલીસે ફરિયાદના આધારે પોલીસે બે આરોપીમાંથી એકની ધરપકડ કરવામાં આવી, ત્યારબાદ કરણ નામના વ્યક્તિએ સલીમને ધમકી આપવામાં આવી હતી કે ફરિયાદ કેમ કરી? આજે રાત્રે તારું ઘર સળગાવી દેવામાં આવશે અને વહેલી સવારે બે વ્યક્તિ સલીમના ઘરની પાસે આવી અને પેટ્રોલનો છંટકાવ કરી આગ લગાવી ચાલ્યા જાય છે, તે સ્પષ્ટ દેખાય છે.