વેકરીમાં શેઢા તકરારમાં યુવાન પર પાઇપ અને ધોકાથી હુમલો

ગોડલના વેકરી ગામે શેઢાની તકરારમાં યુવાન ઉપર પિતા અને બે પુત્રોએ સાથે મળીને પાઇપ-ધોકાથી હુમલો કર્યો હતો.આથી શેઢા મામલાનો ડખ્ખો પોલીસ મથકે પહોંચ્યો હતો અને પોલીસે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી કરી હતી. જર, જમીન અને જોરૂ… એ કજીયાના છોરૂ , આ ઉક્તિ અનેકવાર સાચી પડે તેવા બનાવો બનતાં અટકતા નથી.

પ્રાપ્ય વિગતો મુજબ વેકરી ગામે રહેતા સંજયભાઇ રૂપાભાઇ ગમારા (ઉ.૩૪) તેની વાડીના શેઢે હતા ત્યારે તે જ ગામના નરેન્દ્રસિંહ ઉર્ફે મુન્નાભાઇ છોટુભા સરવૈયા તથા તેના બે પુત્ર રામરાજસિંહ, અને અર્જુનસિંહ સરવૈયાએ લોખંડના પાઇપ અને લાકડાના ધોકાથી હુમલો કરી ફ્રેકચર જેવી ઇજા કરી હતી. આ દરમિયાન સંજયભાઇના પિતાએ આવી વચ્ચે પડતા ઉકત ત્રણેય શખ્સ ગાળો આપી નાસી છૂટયા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *