ઉપલેટામાં 24 કલાકમાં સાંબેલાધારે 14, ઢાંકમાં 2 કલાકમાં સાડા ચાર ઇંચ

ઉપલેટા પંથક વરૂણદેવને જબરો વહાલો હોય તેમ આખી રાત વરસાદી વહાલ એકધારું વરસ્યું હતું અને અંદાજે 8 થી 9 ઇંચ પાણી પડી ગયું હતું અને ત્યાર બાદ બપોર સુધી વરસાદે વિરામ લીધા બાદ ફરી સટાસટી બોલાવી હતી અને વધુ પાંચ ઇંચ પાણી પડી જતાં 24 કલાકમાં 14 ઇંચ વરસાદ પડી જતાં નદી નાળાં ભરપુર બન્યા હતા અને ગામતળ સુધી પાણી ભરાયા હતા તો બીજી તરફ ધોરાજી,પાટણવાવ, ઢાંક પંથક પણ 3 થી સાડા ચાર ઇંચ વરસાદથી ભીંજાયો હતો. મોરબી જિલ્લાના મોરબીમાં જોરદાર ઝાપટું પડી ગયું હતું,જેના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી તો ટંકારામાં સવા ઇંચ વરસાદ પડ્યો હતો.

ગોંડલ રોજની માફક એક ઇંચ વરસાદથી ભીંજાયું હતું. ઉપલેટા પંથક ઉપર મેધરાજા બહેરબાન થયા હોય તેમ સમઢીયાળા, લાઠ, મજેઠી, કુંઢેચ, તલગણા સહિતના ભાદર કાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ નોંધાયો છે. ૯ ઈંચ સુધીનો વરસાદ ખાબકતા સીમ જમીનનું ધોવાણ થયા બાદ વરસાદી પાણી રોડ રસ્તાઓ થઈ ગામતળ સુધી પહોંચ્યા હતા. જ્યારે બપોર બાદ શહેરમાં બે ઇંચ અને હાડફોડીથી લઈ નાગલખડા, હડમતીયા, સમઢીયાળા, કાથરોટા, ચીચોડ, અને પાટણવાવમાં ભારે વરસાદ પડ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *