રાજકોટમાં વૈશ્વિક ઓડિટ તાલીમ કેન્દ્રનું ઉદઘાટન

દેશના કમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ(સી.એ.જી.) ગિરીશચન્દ્ર મુર્મુએ રાજકોટની એ.જી. ઓફિસ કેમ્પસમાં આંતરરાષ્ટ્રીય તાલીમ કેન્દ્રનું ઉદઘાટન કર્યું હતું તેમજ વરિષ્ઠ અધિકારીઓ સાથે આ નવનિર્મિત તાલીમ કેન્દ્રની મુલાકાત લીધી હતી. આ તકે PPTના માધ્યમથી આ વૈશ્વિક તાલીમ કેન્દ્રની માહિતી રજૂ થઈ હતી. CAG ગિરીશચંદ્ર મુર્મુંએ જણાવ્યું હતું કે, ભારત બહુ મોટો દેશ છે અને અહીં 2.5 લાખ પંચાયત છે. 700 જિલ્લા પંચાયત છે 7000થી વધુ મ્યુનિસિપાલટી અને મ્યુનિસિપલ કોર્પોરેશન છે. 50 ટકા લોકો શહેરી વિસ્તારમા રહે છે. સરકારની ગ્રાન્ટ મળે છે તે સંસ્થાઓમાં ઓડિટ કરનારાને તાલીમ માટે આ ઇન્ટરનેશનલ તાલીમ સંસ્થા શરૂ કરવામા આવી છે. રાજકોટમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ હોવાથી અને અહીં લોકલ બોડી સ્ટ્રોંગ હોવાથી તેઓને તાલીમ આપવામા આવશે.

આ તકે સી.એ.જી. એ કહ્યું હતું કે, રાજકોટ જેવા મુખ્ય શહેરમાં આવેલી રાજયની એકાઉન્ટન્ટ જનરલ ઓફિસ ખૂબ મહત્વની સંસ્થા છે. આ સંસ્થાની વડી કચેરી થોડા સમયમાં ગાંધીનગર સ્થળાંતરિત થશે તથા રાજકોટમાં પ્રાદેશિક કક્ષાની કચેરી કાર્યરત રહેશે. ત્યારે આગામી સમયમાં સ્થાનિક સરકારના વિવિધ વિભાગોની પણ ઉચ્ચસ્તરીય તાલીમનું આયોજન થઈ શકે તે માટે રાજકોટમાં ખાસ આઈ.સી.એલ.જી. અંતર્ગત ઇન્ટરનેશનલ ટ્રેનિંગ ઇન્સ્ટીટ્યૂટની આંતરરાષ્ટ્રીય કક્ષાની સંસ્થા બનાવવામાં આવી છે. આ તાલીમ કેન્દ્રમાં આંતરરાષ્ટ્રીય તાલીમનું આયોજન કરવામાં આવશે. અહિથી વૈશ્વિક કક્ષાની તાલીમ પામીને પ્રેક્ટિસનરો રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાને શ્રેષ્ઠ ઓડિટર તરીકેની સેવા આપી શકશે. સી.એ.જી.એ વધુમાં કહ્યું હતું કે, આ તાલીમ કેન્દ્ર વિવિધ દેશોમાં થઇ રહેલી સરકારી સંસ્થાઓની વિભિન્ન ઓડિટનો પદ્ધતિસરનો આધુનિક અભ્યાસ કરાવવાનો તથા તેના આદાન-પ્રદાન થકી કાર્ય પ્રણાલીમાં ગુણવત્તાયુક્ત ફેરફાર કરવામાં આ ઇન્સ્ટિટયૂટ મહત્વનું યોગદાન આપશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *