આજથી નાની બાળાઓના મોળાકત કે ગૌરી વ્રતનો પ્રારંભ થયો છે. આ વ્રતમાં ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા વિધિપૂર્વક કરવામાં આવે છે. કન્યાઓ પોતાના વર માટે આ વ્રત કરે છે. સૌભાગ્યની પ્રાપ્તિ માટે આ અનુષ્ઠાન કરવામાં આવે છે. ગૌરી વ્રત દરવર્ષે અષાઢ માસના શુકલ પક્ષની એકાદશી તિથિથી શરૂ થાય છે. આ વ્રત અષાઢ માસની પૂર્ણિમા (ગુરૂ પૂર્ણિમા)ના દિવસે પૂર્ણ થાય છે. ત્યારે તા. 21મીના રવિવારે વ્રતનું સમાપન થશે. આ વ્રતમાં નાની-નાની બાળાઓ અલૂણા ઉપાવસ કરે છે. એટલે કે, આ વ્રતના પાંચ દિવસ સુધી બાળાઓ મીઠાવાળુ ભોજન ગ્રહણ કરતી નથી. ગૌરી વ્રત કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે.