ઘેલા સોમનાથ મંદિરે તા.5 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બર સુધી શ્રાવણ માસનો લોકમેળો

રાજકોટ જિલ્લાના વીંછિયા તાલુકાના સોમપીપળિયા ખાતે આવેલ ઘેલા સોમનાથ મંદિર ખાતે આખા શ્રાવણ માસ દરમિયાન ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે જ્યાં શ્રાવણ માસ દરમિયાન લોકમેળાનું આયોજન કરવામાં આવે છે. લોકમેળા અન્વયે શ્રી ઘેલા સોમનાથ મંદિર હસ્તકના ગોડલાધાર રોડ પરનું, મોઢુકા રોડ પરનું, નવાગામ રોડ પરનું તેમજ કાળાસર રોડ પરના પાર્કિંગ, મંદિર પરિસર આસપાસના તમામ 127 સ્ટોલ અને ઘેલા સોમનાથ શોપિંગ મોલની કુલ 15 દુકાન તા.5 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બર સુધી ભાડે આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.

આ જગ્યાની હરાજી તા.19મીના રોજ ઘેલા સોમનાથ મંદિર ખાતે બપોરના 3.00 કલાકે રાખવામાં આવી છે. તમામ જગ્યાની હરાજીની અપસેટ કિંમત કુલ રૂ.35 લાખ રાખવામાં આવી છે. આ માટે રસ ધરાવતી પાર્ટીઓએ હરાજીમાં જોડાવવા અનુરોધ કરવામાં આવે છે.વધુ વિગતો માટે ઘેલા સોમનાથ મંદિર ટ્રસ્ટના વહીવટદાર એચ.આર. મકાણીનો મો.9724606101 પર સંપર્ક કરવાનો રહેશે.

આ હરાજીમાં જોડાવા માટે અગાઉ સ્થળ પર જઈને તમામ જગ્યાનું સ્થળ નિરીક્ષણ જે-તે પાર્ટીએ કરી લેવાનું રહેશે. જગ્યા જે સ્થિતિમાં છે તે જ સ્થિતિમાં ઉપયોગ કરવાનો રહેશે અને મંદિર ટ્રસ્ટને પરત સોંપવાનું રહેશે. જ્યાં વીજ કનેક્શનની જરૂરિયાત હશે તે જગ્યાએ લાઈટ કનેક્શન જે તે પાર્ટીએ લેવાનું રહેશે. વીજ કનેક્શન મેળવવા માટે મંદિર ટ્રસ્ટ તરફથી સહયોગ આપવામાં આવશે. તમામ સ્થળની હરાજી અલગ-અલગ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *