રાજકોટમાં છ પીઆઇની આંતરિક બદલીના ઓર્ડર

શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ શહેરના છ પોલીસ ઇન્સ્પેક્ટરની આંતરિક બદલીનો હુકમ કર્યો હતો. કુવાડવા પોલીસ સ્ટેશનના પીઆઇ વી.આર.રાઠોડ સગીરની હત્યા સહિતના કેસમાં વિવાદમાં સપડાતા તેને આઇસીયુએડબલ્યુ બ્રાંચમાં મૂકી દેવાયા હતા. તેમની જગ્યાએ ટ્રાફિકના પીઆઇ પી.બી.રજિયાને કુવાડવા મુકવામાં આવ્યા છે. યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીઆઇ એન.આઇ.રાઠોડ સસ્પેન્ડ હોય તેમની ખાલી જગ્યાએ પીઆઇ એમ.જી.વસાવાને મુકવામાં આવ્યા છે.

ગાંધીગ્રામના સેકન્ડ પીઆઇ બી.બી.જાડેજાને સાયબર ક્રાઇમમાં અને આઇયુસીએડબલ્યુના પીઆઇ એસ.એન.રાઠોડને ટ્રાફિક બ્રાંચમાં નિમણૂક આપવામાં આવી હતી. માલવિયાનગરના સેકન્ડ પીઆઇ એમ.બી.ગઢવીને ટ્રાફિક બ્રાંચમાં તો બોટાદથી આવેલા પ્રોબેશ્નલ પીઆઇ કે.એ.દેસાઇને એ.ડિવિઝનમાં સેકન્ડ પીઆઇ તરીકે નિમણૂક આપવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *