શહેરમાં ભાવનગર રોડ પર હરિપર ગામે રહેતા પરિવારના 13 વર્ષના તરુણને વીજકરંટ લાગતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાતા તેનું મોત નીપજતા એકના એક પુત્રનાં મોતથી પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. બનાવને પગલે અાજી ડેમ પોલીસે તપાસ હાથ ધરી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ હરિપર ગામે રહેતો નવાન દિલીપભાઇ પરમાર (ઉ.13) તેના ઘેર હતો ત્યારે લાઇટ ચાલુ કરવા માટે પ્લગ ભરાવવા જતા તેને વીજકરંટ લાગતાં બેભાન હાલતમાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો જેનું સારવાર મળે તે પહેલાં જ મોત નીપજતા જમાદાર હરપાલભાઇ સોલંકી સહિતે તપાસ હાથ ધરી હતી. પોલીસની તપાસમાં મૃતક તરુણના પિતા મજૂરીકામ કરતા હોવાનું અને એક બહેનમાં એકના એક પુત્ર હોવાનું અને નવાન ધો.8માં અભ્યાસ કરતો હોવાનું પરિવારે જણાવતા પોલીસે વધુ કાર્યવાહી કરી હતી.