રાજકોટ ડિવિઝનના રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ને રેલવે મિલકત, મુસાફરો અને તેની સાથે જોડાયેલી બાબતોની સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર અશ્વનીકુમાર અને ડીવીઝનલ સિકયુરીટી કમિશનર કમલેશ્વર સિંહના માર્ગદર્શન હેઠળ રાજકોટ ડીવીઝનના RPFના જવાનો રેલવે અને રેલવે મુસાફરોની સુરક્ષા માટે ઉત્તમ સેવા આપી રહ્યા છે. જાન્યુઆરીથી જૂન 2024 સુધી ઓપરેશન જીવન રક્ષા હેઠળ, રેલવે પ્રોટેક્શન ફોર્સે પોતાની સુરક્ષાની પરવા કર્યા વિના, ફરજની ઉપર અને આગળ વધીને 01 વ્યક્તિનો જીવ બચાવ્યો હતો. જ્યારે ઓપરેશન નન્હે ફરિશ્તે હેઠળ, રાજકોટ રેલવે પ્રોટેક્શન ફોર્સે CWC અને NGO સાથેના સંકલનમાં અનુવર્તી કાર્યવાહી સાથે કુલ 23 બાળકને બચાવી અને તેમના પરિવારો સાથે પુનઃ:મિલન કરાવ્યું હતું. એટલું જ નહીં ઓપરેશન અમાનત હેઠળ RPFએ તેમના હકદાર માલિકોને 2,14,211થી વધુની કિંમતી ચીજવસ્તુઓ પરત કરી છે.