સૌ.યુનિમાં એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠક

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મંગળવારે 11.30 વાગ્યે એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠક મળવાની છે. 12 આસિસ્ટન્ટ પ્રોફેસરને કાયમી કરવા માટેનો નિર્ણય લેવામાં આવશે. આ ઉપરાંત આઉટસોર્સિંગ એજન્સી મારફત સેવા આપતા સિનિયર પ્રોગ્રામર, સિસ્ટમ ટેકનિશિયન, સિવિલ સુપરવાઇઝર, સ્ટ્રકચરલ એન્જિનિયરના મહેનતાણાના દરમાં વધારાનો નિર્ણય લેવામાં આવશે તો અગાઉ સિન્ડિકેટની મિનિટ્સના નિયત ઠરાવને બદલે જુદો જ ઠરાવ ઇસ્યૂ કરી ફેર બદલી કરતા તત્કાલીન ઇન્ચાર્જ કુલસચિવ સામે ખાતાકીય તપાસ સહિતના નિર્ણયો લેવામાં આવશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 29 માર્ચ 2023ના ઠરાવથી આસિસ્ટન્ટ પ્રોફેસર અને રિસર્ચ ઓફિસરની 12 જગ્યા ઉપર ભરતી કરવામાં આવી હતી. જેનો પ્રોબેશન પિરિયડ પૂર્ણ થયા બાદ કાયમી નિમણૂંક ન આપી મુદ્દત 4 માસ લંબાવવામાં આવી હતી. જે 12 આસિસ્ટન્ટ પ્રોફેસર અને રિસર્ચ ઓફિસરને કાયમી નિમણૂંક આપવા માટેનો નિર્ણય લેવામાં આવશે. જેમાં ગણિતશાસ્ત્ર ભવનમાં આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. કલ્પેશ પોપટ સામે ઉમેદવાર જયદીપ હરજીભાઈ પારજીયાએ હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરેલી છે જે મેટર સબ જ્યુડીસ છે. આ ઉપરાંત બી. આર. આંબેડકર ચેરમાં ડૉ. રવિ ધાનાણીની નિમણૂક રિસર્ચ ઓફિસર તરીકે સાતમાં પગાર પંચના લેવલ-10 મૂજબ થયેલી છે. પરંતુ આ નિમણૂંક ગાંધીનગર સ્થિત અનુસૂચિત જાતિ કલ્યાણના 5 જાન્યુઅરી 2017ના આદેશ અને ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના ઠરાવ અનુસાર છઠ્ઠા પગાર પંચ મુજબ કરવાની થાય છે. જે મુજબ તેમનો પગાર સાતમા પગાર પંચના એકેડેમિક લેવલ-10 મૂજબ આકારવામાં આવે છે. જે મંજૂર કરવા માટેની દરખાસ્ત કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *