આટકોટ સાણથલી જિલ્લા પંચાયતના સદસ્યએ વાસાવડ પીજીવીસીએલ પેટા વિભાગ કચેરીનું વિભાજન કરવા સાંસદ સભ્યને રજૂઆત કરી છે. સાણથલીના જિલ્લા પંચાયતના સદસ્ય શારદાબેન વિનુભાઈ ધડુકે રજૂઆતમાં જણાવ્યું હતું કે વાસાવડમાં આવેલ પીજીવીસીએલ પેટા વિભાગીય કચેરીનું વિભાજન કરવું જરૂરી છે. વાસાવડ પેટા વિભાગ કચેરીનું કાર્ય ક્ષેત્ર 1808 સ્ક્વેર કિ.મી વિસ્તારમાં આવેલું છે જેમાં રહેણાંક હેતુ 20,038 અને ખેતીવાડી હેતુના 17,545 ઔધોગિક હેતુના 85 ગ્રાહકો મળીને કુલ 37 699 ગ્રાહકોની કામગીરી છે. જેમાં જસદણ ગામના 22, અમરેલી તાલુકાના બાબરા કુંકાવાવ 22 મળી કુલ 44 ગામ કામ કરવા માટેનું કાર્યક્ષેત્ર છે. આથી કામગીરી વધી જતી હોવાથી પેટા વિભાગ કચેરીનું વિભાજન કરવામાં આવે તેવી રાજકોટના સાંસદ પરસોતમ રૂપાલા, ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા તેમજ પ્રમુખ અલ્પેશ ઢોલરીયાને પત્ર લખી માગણી કરાઇ હતી.