શાકભાજીમાં સૌથી વધુ 29.32% જ્યારે કઠોળમાં 16.07%નો ફુગાવો નોંધાયો

દેશમાં જનતાને મોંઘવારીથી રાહત મળે તેવા કોઇ અણસાર નથી. જૂન દરમિયાન શાકભાજી સહિતના ખાદ્ય ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચવાને કારણે રિટેલ ફુગાવો 5.08% સાથે ચાર મહિનાની ટોચે નોંધાયો છે. ગત જાન્યુઆરી મહિનાથી કન્ઝ્યુમર પ્રાઇઝ ઇન્ડેક્સ (CPI) આધારિત રિટેલ ફુગાવો નીચલા સ્તરે રહ્યા બાદ જૂન મહિનામાં તેમાં ઉછાળો જોવા મળ્યો છે.

નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ અનુસાર મે 2024 દરમિયાન રિટેલ ફુગાવો 4.8% તેમજ જૂન 2023 દરમિયાન તે 4.87% રહ્યો હતો. અગાઉ ફેબ્રુઆરી દરમિયાન ફુગાવો 5.09% રહ્યો હતો. જૂન દરમિયાન ખાદ્ય ફુગાવો વધીને 9.36% રહ્યો છે જે મે દરમિયાન 8.69% નોંધાયો હતો. સરકારે રિઝર્વ બેન્કને CPI ફુગાવો 2%ના માર્જિન સાથે 4% સુધી રાખવા માટેનો નિર્દેશ કર્યો છે. સૌથી વધુ ફુગાવો શાકભાજીમાં 29.32% રહ્યો છે. ત્યારબાદ યાદીમાં કઠોળ અને અન્ય વસ્તુઓમાં 16.07%નો ભાવવધારો થયો છે. ગત વર્ષની તુલનાએ અનાજ, ઉત્પાદનો અને ફળો પણ મોંઘાં હતાં.

ગ્રામીણ વિસ્તારમાં રિટેલ ફુગાવો 5.66% હતો જ્યારે શહેરી વિસ્તારમાંતે 4.39% હતો. ડેટા પર નિવેદન આપતા ઇકરાના મુખ્ય અર્થશાસ્ત્રી અદિતિ નાયરે જણાવ્યું હતું કે ખાદ્ય અને અન્ય પીણાંને બાદ કરતા તમામ અન્ય ગ્રૂપમાં ફુગાવો 4 ટકા કરતાં નીચલા સ્તરે રહ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *