રાજકોટ રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-1 માં શકમંદો પર નજર રાખવા પેટ્રોલિંગમાં નિકળ્યા હતા. 11.15 વાગ્યે સોમનાથ ઇન્ટરસિટી ટ્રેન આવી રહી હતી ત્યારે એક વૃદ્ધાએ આપઘાત કરવા છલાંગ લગાવીને ટ્રેનના એન્જિન આગળ પડતું મુક્યું હતું. આ દ્રશ્ય જોઇને PSI જયુભા પરમાર સહિતના સ્ટાફે વૃદ્ધાનો જીવ બચાવવા દોટ મૂકી હતી. ટ્રેક પરથી વૃદ્ધાને હટાવી લીધા હતા બાદમાં વૃદ્ધાના પરિવારજનોનો સંપર્ક કરીને બોલાવી લેવાયા હતા. વૃદ્ધાના પુત્રએ પોલીસને જણાવ્યું હતું કે, તેમના માતાની માનસિક રોગની સારવાર ચાલુ છે. અને ઘરેથી કોઈને કહ્યા વિના ગમે ત્યારે ચાલ્યા જતા હોય છે. વૃદ્ધાને ટ્રેક પરથી હટાવાયાના સેકન્ડોમાં જ ઇન્ટરસિટી ટ્રેન આવી પહોંચી હતી. આપઘાત કરવા મોતની છલાંગ લગાવનાર વૃદ્ધાને રેલ્વે LCBના PSI સહિતના સ્ટાફે જે રીતે જીવના જોખમે બચાવી મોતના મુખમાંથી બહાર કાઢ્યા હતા એ દ્રશ્યો જોઇને પ્લેટફોર્મ પર હાજર મુસાફરોના જીવ અધ્ધર થઇ ગયા હતા.