ખાદ્ય અને સંબંધિત ચીજવસ્તુઓની નિકાસ માત્ર $56 અબજ નોંધાઇ

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું હતું કે ભારતીય નિકાસકારો ગુણવત્તાના ધોરણોને લઇને સભાન છે અને કેટલાક મસાલાના માલસામાનની નિકાસ ખૂબ જ નાનકડી છે અને તેમાં કોઇ અતિશયોક્તિ કરવાની જરૂર નથી. જે કેટલાક માલસામાનમાં સમસ્યા હતી તે દેશની ખાદ્ય અને તેને સંબંધિત ચીજવસ્તુઓની $56 અબજની નિકાસ સામે નગણ્ય છે.

કેટલાક મસાલાના કન્સાઇનમેન્ટને લઇને રહેલી સમસ્યા અંગે પૂછતા ગોયલે જણાવ્યું હતું કે મીડિયાએ એક અથવા બે બનાવને લઇને અતિશયોક્તિ કરવાથી દૂર રહેવું જોઇએ. કંપનીને લગતા કેટલીક સમસ્યા હતી જેનું ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઑથોરિટી ઑફ ઇન્ડિયા- સંબંધિત ઓથોરિટી દ્વારા નિરાકરણ લાવામાં આવી રહ્યું છે. વિકસિત દેશોમાંથી આવતા માલસામાનને પણ ગુણવત્તાની સમસ્યાને લઇને નકારાઇ છે.

ભારત તેના ગુણવત્તાના ધોરણોને લઇને ખૂબ જ ગર્વ અનુભવે છે. ભારતીય ઉદ્યોગ અને નિકાસકારો સર્વોચ્ચ ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે સભાન છે અને એટલે જ આપણી કૃષિ અને તેને સંબંધિત નિકાસ સતત વધી રહી છે. મે મહિનામાં મસાલાની નિકાસ 20.28% ઘટી $361.17 મિલિયન નોંધાઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *