ગોંડલમાં રહેતા સોલંકી પરિવારના નિકુંજભાઈ સોલંકી જે ફોટોગ્રાફીના વ્યવસાય સાથે જોડાયેલા છે તેમણે દીકરી રિવા સોલંકીના 7 મહિના પુરા થતાં હોઇ આ અનન્ય અવસરને યાદગાર બનાવવા દેવળકી ગામ આવેલ ખારાવાળા મેલડી માતાજીના મંદિરે 7 તારીખે પરિવારના 7 લોકો સાથે મળીને 7 વૃક્ષ જેમકે બીલી, આંબલી, લીમડો, વડલો, સવન, પીપળો – પીપર જેવા વૃક્ષનું વાવેતર કર્યું હતું. રિવાના દાદી ઇલાબેન સોલંકીએ એક સંકલ્પ કર્યો હતો કે મારી પૌત્રી મોટી થાય ત્યાં સુધી વૃક્ષોનું પણ જતન કરવામાં આવશે.