મોરબી રોડ પર ULCની 50 કરોડની જમીન પરથી 15થી વધુ દબાણ દૂર

રાજકોટ શહેરના પૂર્વ વિસ્તારમાં મોરબી રોડ પર સરકારી જમીન ઉપર અનેક કોમર્સિયલ બાંધકામો ખડકાઇ ગયાની હકીકત ધ્યાનમાં આવતા મામલતદારે 9 દિવસ પૂર્વે નોટિસ આપ્યા બાદ મંગળવારે બુલડોઝર ફેરવી દઇ રૂ.50 કરોડની 22651 ચોરસ મીટર જમીન ખુલ્લી કરાવી હતી. આ સરકારી જમીન પર 15 કોમર્સિયલ બાંધકામો ઉપરાંત દબાણકારોએ ક્રિકેટની 6 પિચ બનાવી નાખી ત્યાં સુધી તે વહીવટી તંત્રને ધ્યાન ન પડતા અનેક સવાલો ઊઠી રહ્યા છે.

રાજકોટ શહેર પૂર્વ વિસ્તારમાં આવેલ સરકારી ખરાબાની જમીન સરવે નં.53/2 પૈકી 3ની યુ.એલ.સી.ની ફાજલ થયેલી અંદાજે રૂ.50 કરોડની કુલ 22,561 ચોરસ મીટર જમીનની કિંમતી જગ્યા ઉપર ગેરકાયદે બાંધકામ કરાયેલા કુલ 15 કોમર્સિયલ દબાણ દૂર કરવામાં આવ્યા છે. આ જગ્યામાં એક હોટેલ, પાંચ ચાની હોટેલ, એક પંક્ચરની કેબિન, ચાર પાનની કેબિન, પાંચ સિઝન સ્ટોર, એક બોક્સ ક્રિકેટ જેમાં 6 સિમેન્ટની પાકી પિચ, એક કાર વોશ સેન્ટરનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *