ખેડાના સેવાલિયામાં થર્મલની શાળામાં ધોરણ-12ના વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મોત!

છેલ્લા ઘણા સમયથી યુવાનોમાં ચાલતા, રમતા, જમતા તથા કોઇ પણ કામ કરતા સમયે હાર્ટ એટેક આવવાના બનાવો બની રહ્યા છે. ત્યારે આ પ્રકારનો બનાવ ખેડા જિલ્લાના સેવાલિયા તાલુકાના થર્મલની શાળામાં જોવા મળ્યો હતો. જેમાં ચાલુ ક્લાસમાં ધોરણ 12ના વિદ્યાર્થીને હાર્ટ અેટેક અાવતા અચાનક ઢળી પડયો હતો. તેને સારવાર અર્થે લઇ જવાતા ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો.

બાલાસિનોરથી અભ્યાસ અર્થે થર્મલની સ્કુલમાં આવતો અને ધોરણ 12 કોમર્સમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી યશ દિપકભાઇ માનવાણી (ઉં.વ. 16) મંગળવારે શાળામાં રાબેતા મુજબ હાજર રહ્યો હતો. ત્યારે ચાલુ ક્લાસે વિદ્યાર્થી ઢળી પડ્યો હતો. તાત્કાલિક વિદ્યાર્થીને સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. જયાં તબીબે વિદ્યાર્થીને હાર્ટ એટેક આવ્યા બાદ મૃત્યુ થયું હોવાનું જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *