મોરબીના ઘુટુંમાં યુવતીએ એસિડ ગટગટાવી લીધું હતું જેનું રાજકોટ હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. યુવતી સતત મોબાઇલમાં વ્યસ્ત રહેતી હોય તેના પિતાએ આ બાબતે ઠપકો દેતા યુવતીએ પગલું ભરી લીધું હતું તેમજ જેતપુરના બાવા પીપળિયાની મહિલાએ ઝેેરી દવા પી જીવનનો અંત આણી લીધો હતો. ઘુટું ગામમાં રહેતી સોનલ વાલજીભાઇ ફાંગલિયા (ઉ.વ.18)એ રવિરવારે મોડીરાત્રે પોતાના ઘરે અેસિડ પી લેતા તેને મોરબી બાદ રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જેનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. બનાવની જાણ થતાં પોલીસ દોડી ગઇ હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, સોનલ એક ભાઇની એકની એક બહેન હતી. સોનલ મોબાઇલ લઇને બેઠી રહેતી હોય આ અંગે તેના પિતા વાલજીભાઇએ તેને ઠપકો આપ્યો હતો. પિતાના ઠપકાનું માઠું લાગતાં યુવતીએ અંતિમ પગલું ભરી લીધું હતું. બનાવથી ફાંગલિયા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.