CBIની ટ્રેપમાં ઝડપાયેલ CGSTનો ઈન્સ્પેકટર રિમાન્ડ પર

તાજેતરમાં રાજકોટ CGSTના ડિવિઝન-2નો ઈન્સ્પેકટર નવીન ધાનકરને ગાંધીનગર CBIએ રૂ.2.50 લાખના લાંચ કેસમાં ઝડપી લીધા બાદ ઈન્સપેકટરે રૂ.2.50 લાખનું કવર તેના વચેટીયા કસ્લટન્ટને આપી દીધું હતું અને તે કવર લઈને નાસી જતા આજ દિન સુધી CBIના સકંજામાં આવ્યો નથી ત્યારે તેને ઝડપી પાડવા CBIએ વધુ તપાસ હાથ ધરી છે અને ઈન્સ્પેકટરને 5 દિવસના રીમાન્ડ પર લેવામાં આવ્યો છે.

રાજકોટ CGSTમાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તે વાત નવી નથી અને પછી તે સર્ચ હોય કે અન્ય લીગલી કામ હોય તો પણ રૂપિયા આપવા જ પડે છે. અમદાવાદની એક પાર્ટી દ્વારા જામનગરમાં બ્રાસ સ્ક્રેપનું ટ્રેડીંગ કરવામાં આવી રહ્યું હતું અને તે રાજકોટ કમિશનોરેટના જયુરીડીકશનમા આવતું હોય. તેથી, ડિવિઝન-2ના ઈન્સ્પેકટર નવીન ધાનકરે પાર્ટીને દબાવી તમે બે નંબરી કામ કરો છો તેમ કહી GST નંબર રદ કરવાની ધમકી આપી રૂ.2.50 લાખની માંગ કરવામા આવી હતી. જો કે, પાર્ટી આ રકમ આપવા માંગતી ન હોય જેથી CBIનો સંપર્ક કરી ટ્રેપ કરાવી હતી જેમાં ઈન્સ્પેકટર સકંજામાં આવી ગયો હતો.

CBI દ્વારા ઈન્સપેકટરની વિશેષ તપાસ પૂછપરછ કરવામાં આવતા ઈન્સ્પેકટર દ્વારા પાર્ટીને દર મહિને રૂ.2.50 લાખનો હપ્તો આપવાનું પણ નક્કી કરવામા આવ્યું હતું અને આ માટે તેને તેના મળતિયા કન્સલ્ટ સાથે ઓળખ પણ કરાવી આપવામા આવી હતી અને કહ્યું કે, હવે મને મળવાનું નહીં બલકે જે નકકી કરેલ છે તે રકમ આ કન્સલ્ટને આપી દેવાની પણ આ હપ્તા સિસ્ટમ શરૂ થાય તે પહેલા CBIએ ખેલ ઉંધો પાડી દીધો હતો અને પહેલી જ વખતમાં ઈન્સ્પેક્ટરને લાંચ કેસમાં ઝડપી પાડ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *