રાજકોટનાં ટ્રાફિકથી ધમધમતા લક્ષ્મીવાડી મેઈન રોડ પરની મારુતિ મોબાઈલ નામની દુકાનમાં તસ્કરો ત્રાટકયા હતા. દુકાન માલિક હાર્દિકભાઈ રોહીતભાઇ લીંબડે આ અંગે ભક્તિનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યા મુજબ તા. 4 જુલાઈની રાત્રે 11:30થી લઈને 5 જુલાઈ સવારે 9:30 દરમિયાન આ દુકાનની છત ઉપર આવેલ સિમેન્ટના પતરા ઉંચા કરી અજાણ્યા તસ્કરો ઘૂસી ગયા હતા. અને ગ્રાહોકના રીપેરીંગમાં આવેલ તથા વેચાણ માટે આવેલ મોબાઈલ તેમજ પોતે અન્ય ગ્રાહકો પાસેથી ખરીદ કરેલ જુના મોબાઇલ સહિત કુલ નંગ-8 ફોન કિ. રૂ. 19800ની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આ અંગે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે.